A beautiful spot with greenery and waterfalls.
દાહોદના સૌથી સુંદર અને ફરવાલાયક સ્થળોમાનું એક એવું 'ભેશાસીંઘા' કે જે ચોમાસામાં તેના સુંદર વાતાવરણ તથા ત્યાં આવેલ પાણીના જુદા જુદા ઝરણાઓ માટે જાણીતું છે. દાહોદ તથા આસપાસ ના લોકો ચોમાસાની ઋતુમાં કુદરતી સોંદર્યનો લુપ્ત લેવા આવા સ્થળોએ જવાનું પસંદ કરે છે. 'ભેશાસીંઘા' દાહોદ શહેરથી લગભગ ૧૧-૧૨ કિલો-મીટર દુર ખોડવા(જેકોટ)ગામે આવેલ છે. જેકોટ રેલ્વે સ્ટેશનથી જમણે જતા ખોડવા ગામ આવે છે જ્યાં તમને પત્થર ઉપર કોતરેલી ભેંશની નિશાની જોવા માટે છે, આ રસ્તો અંદર ૧-૧.૫ કી.મી. છે જે તમને 'ભેશાસીંઘા' પાણીના ઝરણા તરફ લઇ જશે. તો દાહોદવાસીઓ કેવું લાગ્યું તમને આ સ્થળ? તમે તમારી કોમેન્ટ્સ નીચે આપેલ બોક્ષમાં લખી શકો છો અથવા તો અમારા ફેશ્બુક ફેન પેગ ઉપર લખી શકો છો.

