Diwali Special

 

આજ રોજ દિવાળી ના એક દિવસ પૂર્વે પણ દાહોદ ના બજારો માં ખુબ ભીડ જોવા મળી હતી. દાહોદ ના નેતાજી બજાર માં "ગાયો" ને દિવાળી ના તહેવાર માં શણગારવા માટે શુશોભિત મોર ના પીછા અને બીજી અનેક શણગાર ની આઇટમો નું અભુતપુર્વક વેચાણ જોવા મળ્યું હતું. જયારે દાહોદ ની ખાઉં ગલીમાં પણ ફરસાણ અને મીઠીઈઓ ની બોલબાલા રહી હતી.

દિવાળી ને માંડ બે દિવસ બાકી હોવાથી દાહોદ ના બજારો માં ખુબજ ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રસ્તુત તસ્વીર માં તમે દાહોદ ના દૌલત ગંજ બજાર, એમ. જી. રોડ, નેતાજી બજાર તથા અર્બન બેંક ચોક વિસ્તાર માં ઉભરાતું માનવ મહેરામણ નિહાળી શકો છો.